Error message

Notice: Undefined offset: 1 in counter_get_browser() (line 70 of /home/u701406760/domains/drjanmejaysheth.com/public_html/sites/all/modules/counter/counter.lib.inc).

janmejay's blog

બાળકની પ્રાર્થના

એક નાનકડો છોકરો હતો ; ઘરનાં ધાર્મિક વાતાવરણમાં ઘરમાં રોજ ભગવાનની પૂજા આદિ થતાં જોઇ તેને પરમાત્મા માટે પ્રેમ અને આદર હતા . તે પૂજાવિધિ કઇ સમજતો નહીં અને તેને તે આવડતા પણ નહોતા . એક દિવસ તે મંદિરમાં ગયો . ત્યાં મોટા મોટા પંડિતો વેદપાઠ કરતા હતા અને વિધિવત ક્રિયા પૂજા આદિ પણ કરતા હતા .

બાળપણનાં સંભારણાં

દરેક માણસ પોતાની જિંદગીમાં કોઇ ન કોઇ વાર તો પોતાનું બાળપણ યાદ કરતો જ હોય છે . મનના કોઇ અજાણ્યા ખૂણામાં વિસરાયલી બાળપણની મધુર સ્મૃતીઓ વાગોળવી આપણને બધાને ગમતી હોય છે.
આજે મારે તમને બાળપણની વાતો કરવી છે. બાળપણની વાતો કરીએ ત્યારે શ્રી. જગજીતસિંઘની પ્રખ્યાત ગઝલનાં શબ્દો
અનાયાસે યાદ આવી જાય છે –
યે દૌલત ભી લે લો , યે શૌહરત ભી લે લો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગજકી કસ્તી , વો બારીશકા પાની ( 2 )
આ ગઝલ સાંભળીને આજે પણ દિલ ખુશ થઇ જાય છે ; ચાલો થોડા સમય માટે આપણે બધા જ આપણા બાળપણની સુમધુર યાદોને તાજી કરી લઇએ –

જિંદગી પણ કેવી કમાલ કરે છે

જિંદગી પણ કેવી કમાલ કરે છે – પહેલા આંખમાં આંસુ આવતા ત્યારે બા યાદ આવતી આજે હવે બા યાદ આવે છે અને આંખોમાં આંસુ આવી જાય છે !

મા તે મા

તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા
એક મીઠું આંગણે સરોવર હતું મા !
ધોમ ધખતા તાપ સહાયે ઢાલ જેવું
એક માથે વાદળું ઝરમર હતું મા !
સાવ ખાલીખમ હતું , પણ તું હતી તો
એમ લાગે ખોરડું પગભર હતું મા !
યાતના વચ્ચે મલકતું અને હરખાતું
એ વદન હેતાળ અને મનહર હતું મા !
નફા નુકસાનનો મારે હિસાબ શાનો ?
તારું બસ હોવાપણું જ સરભર હતું મા !
( રતિલાલ સોલંકી )

મને મારી બાની ભીડ નથી લાગતી

ખોબા જેવડી ઝૂંપડી
એમાં હવા માટે જગ્યા નથી
અહીં તડકા માટે જગ્યા નથી
એમાં નહાવા માટે જગ્યા નથી
અહીં ખુરશી માટે જગ્યા નથી
હું ઉંબરે બેસીને હોમવર્કમાં
આકાશ ઉપર નિબંધ લખું છું
અહીં મારૂં ઘર એટલું બધું સાંકડું છે
કે મને અક્ષરોની ભીડ લાગે છે
પણ સાંજ પડે મારી બા
કામેથી પાછી આવે ત્યારે
ખોબા જેવી ઝૂંપડી મોટી બની જાય છે
ઘર મોટું થઇ જાય છે
મને મારી બાની ભીડ નથી લાગતી !
( અંકિત ત્રિવેદી )

બા

મેં જોયેલોં ઈશ્વર – બા
સૌથી મોટો કિંમતી અક્ષર – બા
મેં જાણેલો પહેલો અને છેલ્લો પરમેશ્વર – બા
હોય તડકો તો એક હાથે તેડી લેતી’તી – બા
અને બીજા હાથે ઊંચકીને ઘર લઇ જતી’તી – બા
બાપુજીનું મૃત્યુ જોઇ પડી ભાંગી હતી – બા
બેઠું કરવાં ઘર થઇ ગઇ હતી પત્થર – બા
રસોડામાં પરસેવે રેબઝેબ મેં જોઇ નિરંતર – બા
રાંધવા પીરસવા બધાની ભૂખ ટાળવા મથતી’તી – બા
તારા વિના સાવ અધુરા સૌ અવસર – બા
હતી સ્વયં - છતાં સાવ જ ભુલાઇ ગયેલો અવસર – બા !
રાજેશ વ્યાસ ( મિસ્કીન )

બા

બા એકલાં જીવે - બા સાવ જ એકલાં જીવે
એકલતાનાં વારસો એને ટીપે ટીપે પીવે
બા એકલાં જીવે – ઉનાળાની રજાઓમાં નાનામોટા બધાં બાનાં ઘરમાં એકઠાં થાયછે ત્યારે – બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું રહેતું
દોડાદોડી , સંતાકૂકડી , સહુ પકડંપકડી કરતાં
ભાઈ-ભગિની ભેળા બેસી સુખનો હિંચકો ખાતાં
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
સુખનો સુરજ છાનોમાનો જલતો ઘરનાં દીવે

સમય બદલાયો છે

હવે સમય બદલાયો છે ; આજકાલ ઘણા કુટુંબોમાં સંતાનો ભણી ગણીને પોતાનો દેશ છોડીને અમેરીકા , કેનેડા ,ઇંગલેંડ જેવા પરદેશમાં પહેલાં નોકરીએ લાગે છે અને પછી તક મળતાં ત્યાં વિદેશમાં જ રહેવા માંડે છે. આવા સંતાનોથી વિખૂટા પડીને એકલા ભારતમાંજ રહેતા માબાપની કથા-વ્યથા રજુ કરતી એક રચના આપણે જોઈએ -
ભલે ઝઘડીએ ગુસ્સે થઈએ એકબીજા પર તૂટી પડીએ
એકબીજા પર દાદાગીરી કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું .
જે કહેવું હોય તે કહી દે , તારે જે કરવું હોય તે કરી લે એકબીજાનાં ચશ્મા શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું .
તું રિસાઈશ તો હું મનાવીશ , હું રિસાઇશ તો તું મનાવજે

દેખતા દિકરાનો જવાબ

ફાટયા તૂટ્યા જેને ગોદડી ગાભાં આળોટવા ફૂટપાથ
આંધળી માનો દેખતો દીકરો કરતો મનની વાત
વાંચી તારા દુખડા માડી ભીની થઈ આંખડી મારી !
પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા
આવ્યો તે દી’થી હોટલને ગણી છે માડી વિનાની મા
બાંધી ફૂટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે !
ભાણિયો તો માડી થાય ભેળો જે દી મિલો બધી હોય બંધ
એક જોડી મારા લૂગડામાં એને આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડા મોંઘા ખાતો ખારા દાળિયા સોંઘા !
દવાદારૂ અહીં આવે ન ઢુકડા એવી છે કારમી વેઠ
રાત ને દિવસ રળું તો યે મારૂં ખાલી ને ખાલી પેટ
રાતે આવે નિંદર રૂડી મારી કને એટલી મૂડી !

Pages

Subscribe to RSS - janmejay's blog