આંધળી માનો કાગળ
અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત
પૂનમચંદના પાનીયા આગળ ડોસી લખાવે ખત
ગગો એનો મુંબઇ કામે ગીગુભાઈ નાગજી નામે !
લખ કે માડીને પાંચ વરસમા પહોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઇ
સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દહાડા ?
ભાણાનો ભાણિયો લખે કે ગગુ રોજ મને ભેળો થાય
દન આંખું જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાઁ ખાય
નીત નવા લૂગડાં પહેરે પાણી જેમ પૈસા વેરે !
હોટલનું ઝાઝું ખાઇશ મા રાખજે ખરચી ખૂટનું માપ
દવાદારૂનાં દોક્ડા આપણે ક્યાંથી કાઢશું બાપ ?
કાયા તારી રાખજે રૂડી ગરીબની એ જ છે મૂડી !