Error message

Notice: Undefined offset: 1 in counter_get_browser() (line 70 of /home/u701406760/domains/drjanmejaysheth.com/public_html/sites/all/modules/counter/counter.lib.inc).

હજાર હાથવાળા - મંદિર ઉઘાડાં ને

હજાર હાથવાળા - મંદિર ઉઘાડાં ને

મૂવી / આલ્બમ : 
સૌજન્ય - રણકાર.કોમ
સ્વર : 
નયન પંચોલી
લેખક : 
અવિનાશ વ્યાસ
સંગીત : 
અવિનાશ વ્યાસ

Lyrics

મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા , હજાર હાથવાળા
હજાર હાથવાળા -
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં ( ૨ )
હજાર હાથવાળા -

કોઇનાં ભંડાર ભરેલાં , કોઇનાં ઠામ થાલાં
હજાર હાથવાળા -
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા -

તરણાં ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો ( ૨ )
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વરતાયો
ઠેર ઠેર વેરઝેર અને થાતાં કામ કાળાં
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા -

સતની સાથે ચાલે એને દુ:ખનાં ડુંગર માથે ( ૨ )
જૂઠનાં મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાઇં તો ન પામે પાઇ અને દંભીને દુશાલા
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા -

નાનું સરખું મંદિર તારું થઇ બેઠું દુકાન ( ૨ )
પૂકારે પંડિત પૂજારી કોઇ લઇ લ્યો રે ભગવાન ?
નિર્ધનને ધન દેજે ભગવન મોટી પૂંજીવાળા
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા -

મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા , હજાર હાથવાળા
હજાર હાથવાળા -