બેમત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે
બેમત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે
મૂવી / આલ્બમ :
કલાનું કંકુ અને સ્વર નો સુરજ
સ્વર :
આશા ભોસલે
લેખક :
અવિનાશ વ્યાસ
સંગીત :
અવિનાશ વ્યાસ
Lyrics
બેમત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે ( ૨ )
જૂઠો જીતે ને સાચો હારે ( ૨ ) એવી બાજી જેનું નામ જગત છે !
ગોઠવાઇ ગયી બાજી માટે વિધ વિધ રંગની ગોટી
કોઇ જીતે ને થાય તવંગર , કોઇ પહેરે લંગોટી
હો - હારે તોય બમણું રમતાં કેવો ગુરુ મમત છે !
આ સંસાર રમત છે , બેમત નથી એક જ મત છે -
કાળ વીંઝણે ઊડી જાશે આ ગંજીફાનું ઘર
ચાર દિવસનાં ચાંદરણાં જેવી કેવી અવરજવર
હો - એ જ જીતે સંસારનાં ગઢને જેણે જીત્યો વખત છે !
આ સંસાર રમત છે , બેમત નથી એક જ મત છે -
રોજ સૂરજનો દીવો સળગે અને સાંજ પડે બૂઝાય
પણ પ્રપંચ કેરો ખેલ ના ખૂટે , રમત પૂરી ના થાય
હો - તન સમજે પણ મન ના સમજે , મન એવું મરકટ છે !
આ સંસાર રમત છે , બેમત નથી એક જ મત છે -